Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ગાંધીનગરના સે-28માં પાવર ટ્રાન્જેક્શન કંપનીમાં બે વર્ષઅગાઉ સબ કોન્ટ્રાકટર સાથે મળી કંપનીને 2.44 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર મેનેજરને પોલીસે બાતમીના આધારે વારાણસીમાંથી ઝડપી પાડ્યો

ગાંધીનગર: શહેરના સે-ર૮માં કાર્યરત કલ્પતરૃ પાવર ટ્રાન્જીકશન કંપનીને વર્ષ ર૦૧૮માં આઈઓસીએલ તરફથી પારાદીપ-હૈદરાબાદ ખાતે ૬૦૦ કીમી પાઈપલાઈનનું કામ મળ્યું હતું ત્યારે અશ્વિનીકુમાર શીવપૂજનસિંગ રહે.પકરીકલ્લાઉત્તરપ્રદેશ ઓરીસ્સાના બહેરામપુરા ખાતે આવેલી કંપનીની પેટા ઓફીસમાં કામની દેખરેખ રાખતો હતો. ઓકટોબર-ર૦૧૯માં કંપનીને ધ્યાને આવ્યું હતું કે અશ્વિનીકુમાર પોતે રાખેલા પેટા કોન્ટ્રાકટરો સાથે મળીને પોતાના ખોટા બિલો પાસ કરાવે છે. જેથી કંપની દ્વારા ખુલાસો માંગતા અશ્વિનીકુમારે ૧.૧પ લાખના ખોટા બીલ મેળવ્યા હોવાની કબુલાત કરી હતી. તયારબાદ પોતે રોકેલા પેટા કોન્ટ્રાકટર ઈશ્વરચંદ્ર ગરનાયકલલીતેંદુ પરીડપાઠક એન્જીનીયરીંગનીમીષ ઈન્ફ્રા,. બીટનકુમાર દેહુરીકેશન એન્ટરપ્રાઈસ સાથે મળી છેતરપીંડી કરી હોવાનું કહયું હતું. આ ઉપરાંત પ્રોજેકટની કામગીરી દરમ્યાન મશીનરીનો ઉપયોગ કરી ૯૪.ર૦ લાખ તેમજ આ મશીનરીમાં વપરાતાં ફયુઅલ પેટે ૩પ.૭પ લાખનું બિલ કંપનીમાંથી પાસ કરાવ્યું હતું. જેથી કંપનીએ કુલ ર.૪૪ કરોડના ખોટા બિલ પાસ કરાવ્યા સંદર્ભે સે-ર૧ પોલીસમાં ફરીયાદ આપી હતી. ઉપરાંત અશ્વિનીકુમારે કંપનીનું પચાસ હજારનું લેપટોપ અને અન્ય ડોક્યુમેન્ટ પણ કંપનીને પરત કર્યા નહોતા. જેથી પ્રોજેકટ મેનેજર અશ્વિનીકુમાર સહિત છ પેટા કોન્ટ્રાકટર સામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે અશ્વિનીકુમાર છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ત્યારે તે વારાણસીમાં હોવાની બાતમી મળતાં સે-ર૧ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

(5:07 pm IST)