Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

વડોદરાના કરજણ હાઇવે નજીક યુવકોને આંતરી બે આરોપીઓએ ચપ્પુ બતાવી લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:કરજણ હાઇવે પર જિંદાલ ઓવરબ્રિજ પાસે બુલેટ સવાર યુવકોને  આંતરીને  બે આરોપીઓએ ચપ્પુ બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી એ.ટી.એમ. કાર્ડ તથા મોબાઇલ ફોન તથા બુલેટ મળીને ૧.૪૭ લાખ રૃપિયાની લૂંટ ચલાવી હતી.એલ.સી.બી.પોલીસે આ ગુનામાં સામેલ બે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ડભોઇ ટાઉનમાં રહેતા નિલેષ મગનભાઇ વસાવા ગત તા,૨૪મી ડિસેમ્બરે બનેવીને લઇને ભરૃચ જતા હતા.તે દરમિયાન કરજણ હાઇવે પર જિંદાલ બ્રિજ પાસે બે અજાણ્યા આરોપીઓએ કારમાં આવીને ત્રણ એ.ટી.એમ. કાર્ડ તથા મોબાઇલ ફોન તથા બુલેટ પડાવી લીધા હતા.આરોપીઓએ એ.ટી.એમ.કાર્ડનો પાસવર્ડ જાણીને રૃપિયા ૭૮,૦૦૦ ઉપાડી લીધા હતા.બનાવ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

એલ.સી.બી. પોલીસે મળેલી બાતમીના આધારે કપુરાઇ ચોકડી નજીકથી બે આરોપી (૧)અવેશ ઉર્ફે સન્ની અમીનભાઇ મેમણ (રહે.મેમણ કોલોની પાણીગેટ) અને (૨)રફિક સલિમભાઇ મેમણ (રહે.ખાટકીવાડ,પાણીગેટ)ને ઝડપી પાડયા હતા.પોલીસે આરોપી પાસેથી બુલેટ,મોબાઇલ ફોન તથા રોકડા રૃપિયા ૧.૩૨ લાખની મત્તા કબ્જે લીધી છે.

(5:05 pm IST)