Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક પોલીસે કારમાં ચેકીંગ હાથ ધરી દરના નશામાં 6 શખ્સની ધરપકડ કરી

વડોદરા: પાસે હાઇવે પરથી પસાર થતી કારમાં પોલીસે ચેકિંગ કરતા છ જણા પીધેલા મળી આવ્યા હતા.

થર્ટી ફર્સ્ટ દરમિયાન વાહન ચેકિંગની ઝુંબેશ પરથી પોલીસે ગઈ મોડી સાંજે ગોલ્ડન ચોકડી પાસે એક કારને અટકાવી તપાસ કરતા તેમાં ચાલક સહિત સાત જણા બેઠા હતા. પોલીસે બ્રેથ એનેલાઇઝરથી ચેક કરતા ડ્રાઇવર સિવાયના બાકીના છ જણા નશામાં ચૂર જણાવ્યા હતા.

પોલીસની પૂછપરછમાં પીધેલ આવો તમામ મધ્યપ્રદેશના રતલામ ખાતે રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું. પીધેલાઓમા (1) સની લક્ષ્મીનારાયણ રાજુરા (2) અંશુલ અનિલભાઈ સીઆર (3)સંજય જગદીશભાઈ શીલવાટ (4) શૈલેન્દ્ર શાંતિલાલ રાકા (5) વિકી અશોકકુમાર માંડોત અને (6) દિપક રમણલાલ સોનીનો સમાવેશ થાય છે.

(5:05 pm IST)