Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અમદાવાદમાં વર્કફ્રૉમ હોમમાં પતિ પત્નીને છુટા પડવાના કેસમાં વધારો

અમદાવાદ: મારે હવે એમની સાથે નથી જ રહેવું. એ આઠ મહિનાથી ઘરબેઠાં કામ કરે છે. મને થોડા દિવસ પિયર નથી જવા દેતાં અને બહાર જાઉં ને થોડી વાર લાગે તો શંકા કરતા હોય તેવા સતત સવાલો કર્યાં કરે છે.

આઠ-આઠ મહિનાથી  પતિ અને સંતાનોની સેવા કરવાની મારી ફરજ બજાવું છું તો પણ સતત સીસીટીવી કેમેરા મંડાયેલા હોય તેમ પતિ મારી ઉપર નજર રાખતાં હોય તેમ ફરતાં રહે છે. હવે હું કંટાળી છું અને ઝઘડા થાય છે. મારો કોઈ વાંક-ગુનો નથી તો પણ મશીન હોઊં તેમ વર્તવું પડે છે ને મારી આઝાદીની કોઈને પરવા નથી. મારે હવે એમની સાથે નથી રહેવું.  

ખરેખર તો, પતિ-પત્ની બન્ને તનાવ અને ચિંતાગ્રસ્ત બનવાથી હોર્મોન્સમાં આવતાં બદલાવથી ઉત્તેજનાશક્તિને અસર પહોંચે છે. સુખી સેક્સલાઈફ માટે સ્મોકીંગ, સ્કોચ (દારૂ), સ્ટ્રેસ અને સુગર મહત્વનો હિસ્સો ભજવે છે.  સેક્સ લાઈફને સુખી બનાવવા માટે આ ચાર એસ ત્યજી દઈને એકબીજાને સમજવા એ જ વર્તમાન સમયની માંગ છે.

(5:05 pm IST)