Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

આણંદમાંથી જીજ્ઞેશ પટેલ નકલી ચલણી નોટોસાથે ઝડપાયોઃ અત્યાર સુધીમાં ૭૦ હજારની નોટ બજારમાં ચલાવ્યાની કબુલાતઃ રર૮ નોટ સહીત કુલ ૧.ર૮ લાખનો મુદામાલ જપ્ત

રાજકોટ તા. ૩૦ :.. આણંદ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ દેશના અર્થતંત્રને કેટલાક દેશ વિરોધી માનસ ધરાવતા વ્યકિતઓ/સંસ્થાઓ ભારતીય બનાવટી નકલી ચલણી નોટો મોટા પ્રમાણમાં આપી તે નોટોને વ્યવહારોમાં ફેલાવવા માટે ઉપયોગ કરતા હોય છે. આવા સંજોગોને પહોંચી વળવા મહે, પોલીસ અધિક્ષક શ્રી અજીત રાજીયાણ તથા નાયબ પોલીસ અધિક્ષક બી. ડી.જાડેજા આપેલ સુચના આધારે પો. ઇન્સ. વાય. આર. ચૌહાણનાઓના માર્ગદર્શન આધારે પો. સ. ઇ. કે. જી. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન પો.કો. સચીન વસંતરાવ તથા પો. કો. રાજનસિંહ બંશીધર નાઓને બાતમી હકિકત મળેલ કે એક કાળા કલરનું લાલ અને સીલ્વર પટ્ટાવાળુ હીરો કંપનીનું એચ. એફ. ડીલક્ષ મો. સા. નંબર જીજે-ર૩-બી. કયુ. ૭૧ર૭ ઉપર એક ઇસમ ભારતીય ચલણની જુદા જુદા દરની ઘણી બધી બનાવટી નોટો લઇ આણંદ શહેર વિસ્તારમાં વટાવવા સારૂ આવી રહેલ છે. અને તેઓ પોતાના કબ્જાની મો. સા. લઇ ચીખોદરા ચોકડી તરફથી આવી ગણેશ ચોકડી થઇ ગુરૂદ્વારા સર્કલ થઇ આણંદ ગંજ બજાર તરફ જનાર છે. જે બાતમી હકિકત આધારે એ ઇસમને રોકી નામ ઠામ પુછતા જીજ્ઞેશકુમાર પટેલ ઉ.૪૬ રહે. ઓડ ગામ સરદાર ચોક, ગાયત્રી મંદિર પાસે તા. જી. આણંદનો હોવાનું જણાવેલ અને તેની અંગ જડતી તપાસ કરતા તેઓના કબ્જામાંથી કેટલીક નકલી ભારતીય ચલણી નોટો મળી આવતા આ બાબતે પુછપરછ કરતા આ નોટો પોતાનાં રહેણાંક મકાને કલર પ્રિન્ટર મારફતે છાપેલ હોવાનું જણાવતા તે ઇસમને સાથે રાખી તેઓના રહેણાંક મકાને જઇ તપાસ કરતા અન્ય ઘણી નકલી ભારતીય બનાવટી નોટો તેમજ નોટો બનાવવાના સાધનો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી કબ્જે કરેલ છે.

રૂ. પ૦ તથા રૂ.૧૦૦ તથા રૂ. ર૦૦ તથા રૂ. પ૦૦ તથા રૂ. ૧૦૦૦ના દરની કુલ નોટો નંગ રર૮ જેની ભારતીય ચલણ મુજબની કિં. રૂ. ૧,ર૮,રપ૦ જેની કિંમત રૂ. ૩૦૦ તથા મો.સા. કિ. રપ,૦૦૦ તથા કલર પ્રિન્ટર કિ. રૂ. ૮૦૦૦ તથા ભારતીય ચલણના પ૦૦ તથા ર૦૦૦ના દરની છપાયેલ એ-૪ સાઇઝના કાગળો તથા કટર તથા કાતર તથા લીલા કલરની મળી કુલ કિ. રૂ. ૩૩૦૦૦ જપ્ત કરેલ છે.

પોતાના ઘરમાં આવેલ એકાંત રૂમમાં તેની પાસેના કલર પ્રિન્ટર મારફતે ભારતીય ચલણની નકલી નોટો છાપી બજારમાં ભીડ-ભાડ વાળી દુકાનમાં તથા સાંજના સમયે જે દુકાનના કાઉન્ટર ઉપર સીનીયર સીટીઝન બેઠેલ તેવી દુકાનમાં જઇ આ ભારતીય ચલણની નકલી નોટો દુકાનમાંથી કઇક વસ્તુ ખરીદી કરી નકલી નોટો બજારમાં ચલાવતો હતો. આજ દિન સુધી આવી નકલી નોટો રૂ. ૬૦૦૦૦ થી ૭૦,૦૦૦ સુધીની રકમની બજારમાં ચલાવ્યાની કબુલા કરેલ છે.

આ કામગીરી કે.જી.ચૌધરી તથા એએસઆઇ રામભાઇ વેલાભાઇ, એચ.સી. નટવરભાઇ વીરાભાઇ, પી.સી. રાજનસિંહ  બંશીધર પી.સી. સચીન વસંતરાવ, પી.સી. ગોપાલભાઇ ભીખાભાઇ, પી.સી. પ્રદીપસિંહ પ્રવિણસિંહ, પી.સી. ભગીરથસિંહ ભરતસિંહે કરી હતી.

(5:02 pm IST)