Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અમદાવાદમાં કાલે થર્ટી ફર્સ્‍ટની .જવણી કરવા નીકળનારા સામે આકરી કાર્યવાહી કરાશેઃ ઝડપાયેલા તમામનું મેડિકલ પરિક્ષણ કરાશેઃ સરપ્રાઇઝ ચેકીંગ કરાશે

અમદાવાદ: 31 ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસે તૈયારી કરી લીધી છે. શહેરમાં રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઝડપાયેલા તમામનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.

31stને લઇ ગોઠવાયો બંદોબસ્ત

31stને લઇને અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તમાં 7 ડીસીપી,14 એસીપી, 50 પીઆઇ, 100 પીએસઆઇ અને 3500 જેટલા પોલીસ કર્મી હાજર રહેશે. 28થી 29 ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 31st સાંજથી જ પોલીસ બંદોબસ્તમાં શહેરમાં ગોઠવાઇ જશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા પોલીસને બ્રેથ એનેલાઇજર અને મો સુંઘવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

કરફ્યુમાં કારણ વગર અમદાવાદ શહેરમાં અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. રાત્રે નવ વાગ્યા પછી શહેર પોલીસ કંટ્રોલ રૂમના સર્વેલન્સના કેમેરામાં જો કોઇ દેખાયા તો પોલીસને જાણ કરવામાં આવશે અને તુરંત તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ શહેરમાં ખાનગી જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે અને જો લેટ નાઇટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

(4:43 pm IST)