Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જમીન રીસર્વેની વાંધા અરજી માટે કાલે છેલ્લો દિવસ : મુદત લંબાવાશે

રાજકોટ, તા. ૩૦ :  રાજય સરકારે ખેતીની જમીનના રીસર્વેમાં સર્જાયેલી વિસંગતતા સામે વાંધા અરજી સ્વીકારવાની વ્યવસ્થા કરેલ તેની આવતીકાલે ૩૧ ડીસેમ્બરે મુદત પુરી થાય છે. સમય-સંજોગોને ધ્યાને લઇને સરકારે ખેડૂતોને વાંધા અરજી રજુ કરવા માટે ઓછામાં ઓછા બે-ત્રણ મહિના મુદત લંબાવવાનો નિર્ણય કર્યાનું જાણવા મળે છે. જેની સતાવાર જાહેરાત એક બે દિવસમાં જ થવાના નિર્દેશા છે. એજન્સીએ નિયમોમાં બાંધછોડ કરીને માપણી કર્યાની ફરીયાદો ઉઠી હતી.

ખેડૂતોની ખેતીની જમીનનું માપ નકકી કરવા સરકારે ખાનગી એજનસીને કામ સોંપેલ. એજન્સીએ સ્થળ પર જઇને માપણી કરવાના બદલે આધુનિક ટેકનોલોજીની મદદથી માપણી કરતા માપમાં ગોટાળાના કારણે ખેડૂતોમાં હોબાળો મચી ગયેલ. ખેડૂતોની રજુઆત ધ્યાને લઇ સરકારે ખેડુતોના વાંધા અરજીનો ન્યાયિક નિકાલ કરવાનું જાહેર કર્યુ છે.

(1:15 pm IST)