Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

"હુંફ" : શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ : હુંફ પ્રોજેક્ટ અંતર્ગત રોટરેકટ કલબ ઓફ સુરત ઈસ્ટના ઉપક્રમે એનઆરઆઈ મિત્ર શ્રી રોનક બલરના સૌજન્યથી કરાયેલી પ્રશંસનીય સેવા

વરાછા - સુરત : રોટરેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા શિયાળાની કડકડતી ઠંડી માં અલગ અલગ વિસ્તાર માં રાત્રે થથરતા ગરીબ જરૂરીયાતમંદ લોકોને પ્રોજેક્ટ 'હુંફ'*  અંતર્ગત ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ નું સંપૂર્ણ સૌજન્ય ક્લબ સેક્રેટરી રો. વિપુલ બલર  ના અમેરીકા સ્થિત મિત્ર રોનક બલર દ્રારા પ્રાપ્ત થયુ હતુ. સંપુર્ણ આયોજન સરકાર શ્રી ની પરમીશન સાથે કલબ પ્રેસિડેન્ટ રો. પ્રતીક વસોયા, કલબ સેક્રેટરી રો. વિપુલ બલર ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો. હાર્દિક ઠુંમર દ્વારા કરવામાં આવ્યું.

(12:22 pm IST)