Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ગુજરાતમાં શિયાળુ પાકનું ૧૨૫.૮૨% વાવેતર : સૌથી વધુ ચણા - ઘઉં

સૌરાષ્ટ્રમાં ચણા ૫૮૭૦, ઘઉં ૪૮૫૫, જીરૂ ૨૬૯૩, ધાણા ૧૩૨૦, લસણ ૧૪૦ હેકટરમાં વાવવામાં આવ્યું : રાજ્યમાં ગયા વર્ષે ૩૫,૪૬,૫૬૧ હેકટરમાં રવિ પાકની વાવણી થયેલ, આ વર્ષે ૪૩,૨૬,૧૬૭ હેકટરમાં

રાજકોટ તા. ૩૦ : ગુજરાતમાં રવિ પાક તરીકે ઓળખાતા શિયાળુ પાકના વાવેતરની મોસમ પૂરી થઇ ગઇ છે. ફેબ્રુઆરી - માર્ચમાં શિયાળુ ખેત ઉપજ બજારમાં આવવા લાગશે. સારા ચોમાસાના કારણે મોટાભાગના ખેડૂતોને પાણીની નિરાંત છે તેથી શિયાળુ વાવણી પુષ્કળ પ્રમાણમાં થઇ છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ નોર્મલ વાવેતર વિસ્તાર ૩૪,૩૮,૩૫૨ હેકટર છે. ગયા વર્ષે ૩૫,૪૬,૫૬૧ હેકટરમાં વાવેતર થયેલ. આ વર્ષે ૨૮ ડીસેમ્બરની સ્થિતિએ ૪૩,૨૬,૧૬૭ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ ચણા અને બીજા ક્રમે ઘઉં છે.

રાજ્યમાં ઘઉં, ચણા, જીરૂ, ધાણા, જુવાર, મકાઇ, શેરડી, કઠોળ, ઘાસ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. રાજ્યના કુલ વાવેતર પૈકી ૧૭૫૮૧ હેકટરની વાવણી સૌરાષ્ટ્રમાં થઇ છે. આ વર્ષે કોઇ કુદરતી કારણ ન સર્જાય તો ચણાનું ઉત્પાદન વિક્રમસર્જક થશે.

સૌરાષ્ટ્રમાં ઘઉં પિયત વિસ્તારમાં ૪૮૪૩ અને બિનપિયતમાં ૧૨ હેકટરમાં વાવવામાં આવ્યા છે. ચણા ૫૮૭૦ હેકટરમાં વાવેતર થયું છે. જીરૂ ૨૬૯૩ હેકટરમાં, ધાણા ૧૩૨૦ હેકટરમાં અને લસણ ૧૪૦ હેકટરમાં વાવવામાં આવ્યું છે. અત્યારની ઠંડી શિયાળુ પાક માટે ફાયદાકારક ગણાય છે.

  • કયા પાકનું કેટલું વાવેતર ?

રાજકોટ : છેલ્લા ૩ વર્ષના નોર્મલ વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં આ વખતે તા. ૨૮ ડિસેમ્બરની સ્થિતિએ થયેલ શિયાળુ પાકના વાવેતરના આંકડા જમીન હેકટરની દ્રષ્ટિએ નીચે મુજબ છે. હેકટરના આધારે પાકની સામે વાવેતરની ટકાવારી દર્શાવેલ છે.

પાક

વાવેતર ટકા

ઘઉં

૧૧૭.૨૬

જુવાર

૪૮.૫૮

મકાઇ

૮૧.૦૪

ચણા

૨૬૮.૪૭

જીરૂ

૧૧૪.૩૬

ધાણા

૨૧૬.૪૧

લસણ

૧૧૧.૮૫

શેરડી

૧૨૨.૫૪

ઘાસચારો

૧૦૩.૩૪

(11:37 am IST)