Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

રાજય ચૂંટણી આયોગમાં જુનિયર વકિલની પેનલ માટે અરજીઓ મંગાવાઇ

૭મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવા અપીલ

રાજકોટ તા. ૩૦ : રાજય ચૂંટણી આયોગમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના કેસો માટે જુનીયર વકીલની પેનલ માટે બે વકીલની જરૂરિયાત હોઇ અરજીઓ મંગાવાઇ છે. રસ ધરાવતા અનુભવી વકીલોએ તા.૭મી જાન્યુઆરી -૨૦૨૧ સુધીમાં સંપૂર્ણ બાયોડેટા સાથેની અરજી 'સચિવશ્રી રાજય ચૂંટણી આયોગ, બ્લોક નં.૯, ૬ઠ્ઠો માળ, સચિવાલય, ગાંધીનગર'ને મોકલી આપવાની રહેશે એમ રાજય ચૂંટણી આયોગના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ જુનીયર વકીલની પેનલ માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત સાથે પાંચ વર્ષથી વધુ લીગલ પ્રેકિટસનો અનુભવ ધરાવતા અને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા જુનીયર વકીલોએ આ માટે અરજી કરવાની રહેશે. લાયક ઉમેદવારોને આયોગ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે આયોગની પસંદગી સમિતિ સમક્ષ નિયત સમયે ઉપસ્થિત રહેવાનું રહેશે.

આ અંગેની વધુ વિગતો, શરતો અને બોલીઓ તથા ફીના ધોરણોની વિગતો રાજય ચૂંટણી આયોગની નોટિસ બોર્ડ ઉપર અને આયોગની વેબસાઇટ www.sec.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે. જરૂર જણાયે આયોગની કચેરીએથી માંગણી કર્યેથી પણ વિગતો ઉપલબ્ધ થઇ શકશે. નામ.સુપ્રિમ કોર્ટ/નામ. હાઇકોર્ટના આયોગે નિયુકત કરેલ/કરવામાં આવતા સીનીયર એડવોકે્ટસ સાથે સંપર્ક કરવાનો રહેતો હોવાથી ધોરણ ૧૦ થી સ્નાતક કક્ષાસુધી પ્રથમ વર્ગમાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે એમ વધુમાં જણાવાયુ છે.

(11:36 am IST)