Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રંગારંગ કાર્યક્રમો વચ્ચે આજે કાંકરિયા કાર્નિવલનું સમાપન

છેલ્લા સાત દિવસથી જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા હતાઃ છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા કાર્નિવલમાં દરરોજ રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું હતું : લાખો લોકો પહોંચ્યા : નોક્ટરનલ ઝુ આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ, તા.૩૦, કાંકરિયા કાર્નિવલને લઈને છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આવતીકાલે ટોપના નેતાઓની ઉપસ્થિતિમાં આની પૂર્ણાહુતિ થનાર છે. જુદા જુદા રંગારંગ કાર્યક્રમોનું આયોજન પણ છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી રહ્યું હતું. આવતીકાલે પુર્ણાહૂતિ વેળા સરકારના ટોપ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ અંગે મળતી વિગતો અનુસાર,શહેરના દક્ષિણઝોનમાં આવેલા ઐતિહાસિક એવા કાંકરિયા તળાવના કિનારે સાત દિવસ માટે ચાલનારા કાર્નિવલના રંગારંગ કાર્યક્રમનો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિધીવત આરંભ કરાવવામાં આવ્યો હતો.તે સમયે કાંકરીયા ખાતે પહેલા દિવસે જ જનમેદની ઉમટી પડી હતી. હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે સમયે રાજ્યના મુખ્યમંત્રી હતા.તે સમયે વર્ષ-૨૦૦૮ના વર્ષથી કાંકરીયા લેક ખાતે ૨૫થી ૩૧ ડીસેમ્બર સુધી  સાત દિવસ સુધી કાર્નિવલનો આરંભ કરવામાં આવ્યો હતોે.આ વર્ષે પણ  વિવિધ કલાકારો દ્વારા અને સંસ્થાઓ દ્વારા લોકોને મનોરંજન પુરુ પાડવામાં આવ્યું હતું. સાથે કેટલીક લોક ઉપયોગી  પ્રવૃત્તિ સાથેના પણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ અને વિવિધ વાનગીઓને આવરી લેતા ફૂડ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્નિવલ દરમ્યાન નાણાંની ચુકવણી અને જરૂરીયાતને પહોંચી વળવા જુદી જુદી બેંકો દ્વારા મોબાઈલ એટીએમ, અનેક પોઈન્ટ ઓફ સેલ મશીન, સાથે ક્રેડીટ કાર્ડ, ડેબીટકાર્ડ, પ્રિપેઈડ કાર્ડ તથા ઈ-વોલેટ(પેટીએમ,ફ્રી-ચાર્જ વગેરે દ્વારા નાણાં સ્વીકારવા માટે વીસ જેટલા સ્થળોએ સુવિધા ઉભી કરવામાં આવી હતી.દર વર્ષે લગભગ ૨૫ લાખ લોકો આ કાર્નિવલની મુલાકાત લેતા હોય છે.આવતીકાલે વર્ષનો અંતિમ દિવસ હોઈ કાર્નિવલની પૂર્ણાહૂતિ થનાર છે. આ વખતે કાંકરિયા કાર્નિવલમાં લોકપ્રિયક ગાયક કિંજલ દવે સહિતના કલાકારોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત નવા આકર્ષણ ઉમેરાયા હતા જેમાં નોક્ટરનલ ઝુ તમામ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

(9:55 pm IST)