Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વડોદરાના અંકોડિયા ગામે કોરોના ગાઈડલાઇનના પાલન કરાવવા અને સર્વેલન્સની નવી દિશા ચીંધી

સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કોરોના ગાઈડલાઇનના પાલન માટે ઉપયોગી : માસ્ક વગર ફરનારા અને ટોળે વળનારા ગ્રામજનોને પહેલા ચેતવણી અને પછી દંડ ફટકારાય છે

વડોદરાની ભાગોળે આવેલા પ્રગતિશીલ અંકોડિયા ગામે કોરોના ગાઈડ લાઇનના પાલનની નવી દિશા ચીંધી છે. આ ગામની વિવિધ જગ્યાઓએ ગ્રામ પંચાયત દ્વારા સુરક્ષાની કાળજી લેવા અને ચોરી સામે તકેદારી રાખવા 26 સીસીટીવી કેમેરાનું નેટવર્ક કાર્યરત કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં આ ગામના સરપંચ અને પંચાયતે આ નેટવર્કનો ઉપયોગ માસ્ક પહેરવા સહિતની કોરોના અટકાવતી વિવિધ ગાઈડ લાઈનોના ગ્રામલોકો દ્વારા પાલનની તકેદારી લેવા માટે શરૂ કર્યો છે. આવા નેટવર્ક રાજ્યના ઘણાં ગામોમાં સ્થાપિત છે ત્યારે અંકોડિયાએ કોરોના સર્વેલન્સ માટે તેના ઉપયોગની નવી દિશા ચીંધી છે.

 અમારું સીસીટીવી કેમેરા નેટવર્ક કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાવવામાં વરદાનરૂપ બન્યું છે એવી લાગણી વ્યક્ત કરતાં ગામ સરપંચે જણાવ્યું કે અમારો મૂળ આશય તો ચોરીના બનાવો અટકાવવા માટે તેના પર નજર રાખવાનો હતો. પણ હાલમાં તેની મદદથી ગામમાં માસ્ક પહેર્યા વગર કોણ ફરે છે, ક્યાં લોકો ટોળે વળીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે છે તેના પર નજર રાખવા પણ થઈ રહ્યો છે.

 માસ્ક વગર ફરનારાઓને પહેલીવાર ચેતવણી આપવામાં આવે છે અને છતાંય તેનું પુનરાવર્તન થાય તો દંડ ફટકારવામાં આવે છે. ટોળા એકત્ર થયેલા જણાય તો તેમને પણ વિખરાઇ જવા સૂચના આપવામાં આવે છે. પાણીનો બગાડ કરના0રાઓને પણ આ નેટવર્કની મદદથી પહેલીવાર ચેતવણી પછી ઉત્તરોત્તર વધુને વધુ દંડ કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે દંડ ભરવામાં આનાકાનીનો પણ સવાલ નથી. આવા લોકોની દંડની પાવતી ફાડીને તેમના વેરાની રકમમાં ઉમેરી દેવામાં આવે છે. આ નેટવર્ક સાથે પ્રત્યેક કેમેરાના સ્થળે જાહેર પ્રસારણની સુવિધા છે એટલે ભંગ થવાના પ્રસંગે તરત ચેતવણી આપી શકાય છે. પંચાયત દંડનું રજીસ્ટર પણ જાળવે છે. પંચાયત દ્વારા ગામ લોકોને સતત માસ્ક પહેરવા,સામાજિક દૂરી પાળવા અને ઘરના વડીલો તથા બાળકોની ખાસ કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કોરોના એક અણધારી આફત છે. તેનો મુકાબલો સરકારની મદદ ઉપરાંત પોતાના સાધન સ્ત્રોતો દ્વારા કરવાની કોઠાસૂઝ સહુ જુદી જુદી રીતે દર્શાવી રહ્યાં છે જેનો એક નવો આયામ અંકોડિયા ગ્રામ પંચાયતે ઉજાગર કર્યો છે.

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની આજની વડોદરા તાલુકાની મુલાકાત અને આરોગ્ય સેવાઓના નિરીક્ષણ સમયે નારી તું નારાયણીની ઉકિત સાર્થક કરતી બે ઘટનાઓ સામે આવી હતી.

સેવાસી ખાતે ધન્વંતરિ રથ સાથે આર.બી.એસ.કે. તબીબ ડો.ભૂમિકા ઘોડાસરા આરોગ્ય સેવાઓ આપતાં નજરે પડ્યા હતા. ખાસ વાત એ છે કે તેઓ સાત મહિનાની સગર્ભાવસ્થા હોવા છતાં ખૂબ જ નિષ્ઠા સાથે આરોગ્ય સેવાઓ આપી રહ્યાં હતાં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયે જણાવ્યું કે તેઓ કોવિડ કટોકટીની શરૂઆતથી જ સમર્પિત રીતે સેવાઓ આપી રહ્યાં છે અને ફરજમાં જરાય પાછી પાની કરી નથી.

તેવી જ રીતે, અંકોડિયાના એ.એન.એમ.લક્ષ્મીબહેન ગુરખાની નિષ્ઠા સભર આરોગ્ય સેવાઓની ગવાહી ખુદ ગ્રામજનોએ આપી હતી. કલેકટરે આ બંને મહિલા આરોગ્ય કર્મયોગીનીઓને અભિનંદન આપવાની સાથે તેમની ફરજ નિષ્ઠાને પ્રેરક અને અનુકરણીય ગણાવીને બિરદાવી હતી.

(11:24 pm IST)
  • આજે છાયા ચંદ્રગ્રહણ : ભારતના પૂર્વ ભાગમાં દેખાશે : ગુજરાતમાં નહીં દેખાય ગ્રહણની અવધિ ૪ કલાકને ૨૩ મિનિટ : ગ્રહણ સ્પર્શ ૧૨ કલાકને ૫૯ મિનિટ ૪૧ સેકન્ડ : ગ્રહણ મોક્ષ : પ કલાક ૨૫ મિનિટ ૩૨ સેકન્ડ : ટેલિસ્કોપની મદદથી આ અવકાશી ખગોળીય ઘટના નિહાળી શકાશે : ગુજરાતમાં ગ્રહણ જોવા નહીં મળે : માત્ર ભારતના પૂર્વ વિભાગના અલ્હાબાદ, બાલી, ભાગલપુર, કટક સહીતના વિસ્તારોમાં જોવા મળશે : વિજ્ઞાન જાથા દ્વારા અવકાશી ખગોળી ઘટનાના અવલોકન : ગેરમાન્યતાના ખંડન સાથે લોકોને સાચુ માર્ગદર્શન આપવા ઠેરઠેર કાર્યક્રમો થશે તેમ જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે access_time 11:25 am IST

  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST

  • ઈરાની ચક્રાવાત નિવારના પસાર થયા બાદ હવે તેની અસર દેખાઈ : આગામી 24થી 36 કલાક સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા : ઠંડીનું જોર પણ વધશે : હવામાન વિભાગની આગાહી access_time 1:02 pm IST