Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સુરતમાં યુવાનની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા : એક જ પરિવારના છથી વધુ લોકોની ધરપકડ

હત્યા કેસમાં 8-10 શખ્સોમાં મહિલાઓ પણ સામેલ હોવાનું મરનારના ભાઈ સુમિતએ જણાવ્યું : હત્યા પાછળ જૂની અદાવત અને હપ્તાખોરીનો વિરોધ!

સુરતને ક્રાઇમ ફ્રી સિટી બનાવવાનો દાવો પોલીસ કરી રહી છે, પરંતુ શહેરમાં દરરોજ હત્યા સહિતના ગુનાઓ નોંધાઇ રહ્યા છે, ત્યારે કતારગામના ફુલપાડા વિસ્તારમાં એક યુવાનની ચપ્પુના અનેક ઘા મારી નિર્દય રીતે હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. રવિવારની રાત્રે થયેલી હત્યા પાછળ જૂની અદાવત અને હપ્તાખોરીનો વિરોધ હોવાનું બહાર આવી રહ્યું છે. કતારગામ પોલીસે આ હત્યાકેસમાં એક જ પરિવારના 6થી વધુ લોકોની ધરપકડ કરી છે, હાલ આ હત્યા કેસમાં 8-10 શખ્સોમાં મહિલાઓ પણ સામેલ હોવાનું મરનારના ભાઈ સુમિતએ જણાવ્યું છે. Surat Murdered

મૃતકના સંભીતના ભાઈ સુમિતે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૂળ ઓડિશાના તેઓ રહેવાસી છે. ગત એક વર્ષથી સુરતમાં રહી રહ્યા છે. કતારગામ ગીતાનગરમાં ઘર નજીક પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. દરમિયાન રવિવારની રાત્રે ભોપાલ, તુષાર, અપ્પુ સહિત 8-10 લોકોએ મારા ભાઈને રોક્યો હતો.  તેના પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાંખી હતી.  મૃતકના ભાઈએ એમ પણ જણાવ્યું હતું કે, મારા ભાઈની જેમને હત્યા કરી છે તે હુમલાખોરો માથાભારે અને ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, અગાઉ 15 દિવસ પહેલા પણ આ લોકોએ આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી

આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. રવિવારે સવારે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ રાત્રે મારા ભાઈની હત્યા કરી નાંખવામાં આવી હતી. મારા ભાઈની હત્યા પાછળ હપ્તાખોરીનો વિરોધ અને જૂની અદાવત કારણભૂત છે. પોલીસે સંભીત હત્યા કેસમાં હુમલાખોર ભોપાલ, તુષાર ઉર્ફે મેગી, અપ્પુ, દિવ્યેશ, જીગર, હિરેનની  કૃણાલ, રાજુ, અશોક, સુમન, સહિત 3 મહિલાઓ સામે ગુનો દાખલ કરી છ લોકોની ધરપકડ કરી છે.

(8:32 pm IST)