Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

અમદાવાદમાં ઓટીપી મેળવી નેટબેન્કિંગથી છેતરપિંડીનો પર્દાફાશ ત્રણ યુવકોની ધરપકડ

રાજકોટમાં આઈડિયા કંપનીમાં સિમકાર્ડના મલિકનો દીકરો બનીને મરણનો દાખલો રજૂ કરીને પોતે આ કાર્ડ ખરીદી લીધું

અમદાવાદઃ શહેરની વટવા પોલીસ દ્વારા જીવીત વ્યક્તિના મરણ પ્રમાણપત્રના આધારે ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્રની ગેંગ આવા મૃત્યુ પ્રમાણપત્ર ઉપર ચાલુ સિમકાર્ડ ખરીદી લઈને તેના ઉપર ઓટીપી મેળવીને નેટબેન્કિંગથી છેતરપીંડી આચરતી હતી. આ રીતે આ ગંગે 5.70 લાખની છેતરપીંડી કરી હતી પોલીસે મહારાષ્ટ્રની ગેંગના 3 આરોપીઓને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. 

  અમદાવાદની વટવા પોલીસે ઓનલાઇન નેટબેન્કિંગ દ્વારા કૌભાંડની એક નવી મોડ્સ ઓપરેન્ડી શોધી કાઢી છે.મહારાષ્ટ્રના આઈટી નિષ્ણાત યુવકો અભિષેક ઉર્ફે વિશાલ, હબીબ ઉર્ફે અક્રમ ચૌધરી અને દિવાકર રાય મૃત્યુ પ્રમાણપત્રના આધારે ચાલુ સિમકાર્ડ ખરીદતા હતા અને ત્યાર બાદ નેટબેન્કિંગ દ્વારા છેતરપીંડી આચરતા હતા. આ ઠગ ટોળકીએ ગુજરાતના વેપારીઓને ટાર્ગેટ કરીને ઓનલાઈન બેન્કિંગ કરીને છેતરપીંડી આચરતા હોવાનું ખુલ્યું છે.

  પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગે વટવાની એક કંપનીના બેન્કિંગ માટે રજિસ્ટર્ડ થયેલા મોબાઈલ નંબરનું સીમકાર્ડ જાતે ખરીદી લીધું હતું. આરોપીએ રાજકોટમાં આઈડિયા કંપનીમાં આ સિમકાર્ડના મલિકનો દીકરો બનીને મરણનો દાખલો રજૂ કરીને પોતે આ કાર્ડ ખરીદી લીધું હતું. ત્યાર આ કંપનીના નબરથી ઓનલાઇન બેન્કિંગ કરીને લાખો રૂપિયા ટ્રાન્સફર કરીને છેતરપીંડી આચરી હતી. 

(11:18 pm IST)