Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

કપડવંજ ડિવિઝનલ સ્ક્વોડે પિતા-પુત્રને દેશી વિદેશી દારૂના સાથે ઝડપ્યા

કપડવંજ: ડિવિઝનલ સ્ક્વોર્ડે પોતાના વિસ્તારમાં વિદેશી દારૂની પ્રવૃત્તિને નાથવા હાથ ધરેલા અભિયાનમાં ખેડામાંથી પિતા-પુત્રને વિદેશી દારૂ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ કપડવંજ ડિવિઝનલ સ્ક્વોર્ડ દ્વારા પોતાના વિસ્તારમાં વધેલી દારૂની હેરાફેરી તેમજ જુગારની પ્રવૃત્તિ નાથવા ઝુંબેશ હાથ ધરી છે. ડીવાયએસપી કપડવંજના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે આઈ પટેલ, હે.કો અલ્તાફહુસેન અહેમદમીયાં તથા પો.કો મહાવીરસિંહ વગેરે ખેડા નજીક બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તેમને એવી બાતમી મળી હતી કે ખેડા ઈન્દિરા નગરીમાં રહેતાં અર્શદહુસેન ગુલામરસુલ ખલીફા પોતાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખે છે. જેથી પોલીસે રેડ કરી હતી.અને અર્શદહુસેન તેમજ તેના પુત્ર જશ્બાતહુસેન અર્શદહુસેન ખલીફાને પકડી પાડ્યો હતો. તેમની પાસેથી જુદા-જુદા માર્કાની વિદેશી દારૂની સાત બોટલો મળી આવી હતી. તેમજ દેશી દારૂ ૧૦ લિટર મળી આવ્યો હતો. દારૂ તે પ્લાસ્ટીકની શીશીમાં ભરી વેચતો હતો. એટલે કે દેશી દારીનો પોતાની રીતે પેકીંગ કરી વેચાણ કરતાં હતાં. પોલીસે વિદેશી દારૂ રૂ.૩૭૦૦ નો તેમજ દેશી દારૂ રૂ.૨૧૦, રોકડ રૂ.૬૮૫, મોબાઈલ રૂ.૮૫૦૦ તેમજ હીરોહોન્ડા મોટરસાઈકલ નં જીજે ૦૭ એએમ ૧૦૫૬ કિંમત રૂ.૫૬,૦૦૦ વગેરે મળી રૂ.૨૮,૩૦૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

(5:36 pm IST)