Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ગાંધીનગર સે-17નો બગીચો ઉજ્જડ બન્યો: યોગ્ય જાળવણીના અભાવે હરિયાળી સુકાઈ ગઈ

ગાંધીનગર:શહેરના સેક્ટર-૧૭ની રચના વખતે તંત્ર દ્વારા બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેની યોગ્ય રીતે માવજત પણ કરાતી હતી. બેઠક વ્યવસ્થાથી માંડી બાળકો માટે રમત-ગમતના સાધનો પણ બગીચામાં મુકવામાં આવ્યા હતાં પરંતુ સમયાંતરે જાળવણીની કામગીરી નહીં કરતાં ઉજ્જડ બની ગયેલો બગીચો નવીનિકરણની રાહ જોઇ રહ્યો છે. યોગ્ય જાળવણી નહીં થતાં બગીચાની હરિયાળી પણ સુકાઇગઇ છે. 

પાટનગરની રચના વખતે દરેક સેક્ટરોમાં વસવાટ કરતાં રહિશો માટે બગીચાનું નિર્માણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે બગીચાઓમાં બાળકોના આનંદ પ્રમોદની સાથે સાથે વડીલો માટે બેઠક વ્યવસ્થા અને વૃક્ષા રોપણ કરીને મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવાની સાથે સાથે ફુલછોડનું પણ વાવેતર કરાયું હતું. પરંતુ ધીમે ધીમે તંત્ર દ્વારા સમયાંતરે બગીચાઓની જાળવણી પ્રત્યે દરકાર કરવામાં નહીં આવતાં બિસ્માર બનવા લાગ્યાં છે. ત્યારે સેક્ટર-૧૭માં આવેલાં બગીચાની પણ હાલત અત્યંત બિસ્માર બની ગઇ છે. ત્યારે બગીચામાં મુકવામાં આવેલા રમત-ગમતના સાધનો તુટી ગયાં છે .

 

(5:32 pm IST)