Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

MUBU TVહિન્દી ચેનલ શરૂ

 અમદાવાદ તા.૩૦:  MUBU TV એ હિંદી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ તરીકે ભારતમાં પ્રવેશ કર્યો છે.  MUBU TV નીતિશાસ્ત્ર અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની પરંપરા  ઉપરાંત યુવાઓને તક આપવામાં અને ક્રિએટીવ વિચારો સાથેની યુવાપેઢીઓની માનસિકતાને વધારે ફળદ્રુપ બનાવવામાં વિશ્વાસ રાખે છે.   MUBU TV નું સુત્ર ' હર ભારતીય કા સપના' એટલે કે 'Dream of Every Indian' MUBU TV તેના ધ્યેયને સિદ્ધ કરવા માટે સખ્ત પરિશ્રમ કરી રહ્યું છે. સમર્પણ, પરિશ્રમ, અનુભવી પ્રોફેશ્નલ્સ, ક્રિએટીવીટી અને અનન્યતા આ બધી વસ્તુઓ  MUBU TV ની તાકાત છે તથા ટીવી ઇન્ડસ્ટ્રીમાં જુદા જુદા બેંચમાર્ક સેટ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

(3:48 pm IST)