Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ભરૂચ એસઓજીએ કેમીકલચોરીનું મોટું કૌભાંડ ઝડપ્યું ચાર આરોપીઓની ધરપકડ :63 લાખનો મુદામાલ જપ્ત

હાઇવે પર ટેન્કર ચાલકની મિલીભગતથી કેમિકલ કાઢીને ગેરકાયદે વેચાણનો પર્દાફાશ

 

ભરૂચ એસઓજીએ હાઈ વે પરથી કેમિકલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને ચાર આરોપીઓની 63 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે

 ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી તેનું વેચાણ કરવામાં આવે છે જેના આધારે પોલીસે હાઈવે પરની એક હોટલ પર દરોડા પાડ્યા હતા જ્યાં ટેન્કરમાંથી ટીડીઆઈ નામનું કેમિકલ કાઢતા ચાર આરોપીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા.પોલીસે રાજસ્થાનના રહેવાસી રામચંદ્ર બિશ્નોઈ,રાજેન્દ્રકુમાર બિશ્નોઈ,ગણપતરામ પવાર અને નરેશ બિશ્નોઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે ટેન્કર,ટેમ્પો,ચોરીનું કેમિકલ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૬૩.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ટેન્કર ચાલકની મિલી ભગતથી કેમિકલ કાઢી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરાતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

(1:03 am IST)