Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સુરત:વેસુ વિસ્તારના આગમ આર્કેડમાં લાગેલ આગ મામલે બે ટ્યૂશન સંચાલકોની ધરપકડ

એફએસએલ અને વીજ કંપનીના રિપોર્ટ બાદ ઉમરા પોલીસે ધરપકડ કરી :સ-અપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ

સુરતના વેસુ વિસ્તારમાં આગમ આર્કેડમાં લાગેલી આગમાં આખરે ધરપકડનો દોર શરૂ થયો છે. પોલીસે બે ટ્યૂશન સંચાલકોની ધરપકડ કરી છે તેમજ તેમની સામે સ-અપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થયો છે.

  વિદ્યાર્થીઓને જીવ જોખમમાં મુકાય તે પ્રકારે ટ્યુશન ક્લાસમાં પાર્ટીશન ઉભું કરવામાં આવ્યું હતું. આ અંગે ફાયર વિભાગની તપાસ રિપોર્ટ આપ્યો હતો. અને એફએસએલ સહિત વીજ કંપનીના રિપોર્ટ બાદ ટ્યુશન સંચાલકો સામે ગુનો નોંધાયો છે. તેમજ ઉમરા પોલીસે બે ટ્યુશન સંચાલકોની ધરપકડ કરી છે.

(10:18 pm IST)