Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

વડોદરા : રિલાયન્સ પ્લાન્ટમાં આગ, ત્રણ કર્મચારીઓ ભડથુ

પ્રચંડ ધડાકા બાદ વિનાશક આગ ફાટી નિકળી : કોયલી નજીકના પ્લાન્ટમાં આગ મામલે ઉંડી તપાસ શરૂ

વડોદરા, તા.૨૯ :  વડોદરા શહેર નજીક આવેલી રિલાયન્સ આઈપીસીએલ પીબીઆર પ્લાન્ટ-૨માં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા ઓછામાં આોછા ત્રણ કર્મચારીઓના મોત થયા છે અને ભારે ભાગદોડ આગની ઘટનાના કારણે મચી ગઈ હતી. આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આગ ઉપર જો સમયસર કાબુ મેળવવામાં આવ્યો ન હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.પ્રાપ્ત થતી માહિત પ્રમાણે વડોદરા શહેર નજીક કોયલી ખાતે આવેલી પીબીઆર-૨ પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.

આ ઘટનામાં ૩ કર્મચારીઓ મહેન્દ્રભાઈ જાધવ, અરૂણભાઈ ડાભી અને પ્રીતેશ પટેલ આ બનાવને પગલે કંપનીમાં અફડાતફડી મચી ગઈ હતી.આજે વહેલી સવારે આગ લાગતાંની સાથે જ કંપનીના ફાયર વિભાગના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.  વડોદરા કોઇલી ખાતે રિલાયન્સ પ્લાન્ટના પીબીઆરમાં આગ લાગવાની ઘટના બની હતી. આના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો. અનેક કર્મચારીઓ દાઝ્યા પણ હતા. બીબી પ્લાન્ટના ફિનિશિંગ બેગિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.  આગના કારણને લઇને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં આસપાસથી લોકો પહોંચ્યા હતા. મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ માટે ત્રણેયના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં રિલાયન્સના કર્મીઓએ આ અંગે કોઇ વાત કરી ન હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

(9:46 pm IST)