Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

અમદાવાદમાં વેપારીને સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી ચાર શખ્સોએ 3.55 કરોડની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: મીઠાખલીમાં રહેતા અને કેમિકલ ટ્રેડીંગનો વ્યવસાય કરતા વેપારીને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી તેની પાસેથી રાજકોટના ચાર શખ્સો મળીને શખ્સોએ 3.55 કરોડ લઈને છેતરપિંડી કરી હતી. તે સિવાય વેપારીની દોઢ કરોડની પોર્શે કયાન કાર પણ લઈ લીધી હતી. અંગે ક્રાઈમ બ્રાંચે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચે શૈવલ એસ.પરીખની ફરિયાદને આધારે સેટેલાઈટમાં હીરાકુવર સોસાયટીમાં રહેતા મિતુલ ઉર્ફે મીત ડી.જેઠવા, રાજકોટના ગુંદીવાડાના રાકેશ પી.રાજદેવ, રાજકોટના શ્રધ્ધા સ્ગ્સલેન્ડ પાર્કમાં રહેતા વિજય ગોબરભાઈ તંતી, રાજકોડ મોચીનગર-1માં રહેતા ફારૂક વાય. દલવાણી, રાજકોટમાં ગુરૂકૃપા બંગ્લોઝમાં રહેતા અભિષેક ઉર્ફે કાનો એચ. અઢીયા અને મુન્નો નામના શખ્સ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.

(6:00 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST