Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

સુરતના અમરોલીમાં બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ સ્લીપ થતા પરિવારને અકસ્માત નડ્યો: બે બાળકોની માતાનું મોત: પતિ પત્ની સહીત ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલમાં છોડી છૂમંતર......

સુરતઃ અમરોલીમાં નવા વર્ષના દિવસે બપોરે બાઈક ડિવાઇડર સાથે અથડાયા બાદ સ્લીપ થતા ઇજાગ્રસ્ત થયેલા બાળક સહિત બે પૈકી મહિલાનું મોત નીપજ્યું હતું. જોકે, મહિલાના મોતની જાણ થતા તેમનો પતિ હોસ્પિટલમાં સારવાર લેતા બાળક અને મહિલાના મૃતદેહને છોડીને ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે, નવા વર્ષના દિવસે અમરોલી વિસ્તારમાં કોસાડમાં રહેતા 27 વર્ષીય રેખાબેન ત્રિભુવન બાગુલ, તેમનો સાત વર્ષનો પુત્ર રાજુ પતિ સાથે બાઈક પર જતા હતા. દરમિયાન અમરોલીના બ્રિજ નીચે ડિવાઈડર સાથે બાઈક અથડાતા સ્લીપ થઈ હતી. જેમાં ઇજા પામેલા ત્રણેયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે રેખાબેન મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજા પામેલા બાળકને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

(5:05 pm IST)