Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સિંગાવલી ગામે નવા વર્ષમાં ભગવાનને માથું નમાવવા જતા પરિવારને અકસ્માત નડ્યો: ટેમ્પો પલ્ટી ખાતા બે શ્રદ્ધાળુઓના મૃત્યુથી અરેરાટી

દાહોદઃ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સીંગાવલી ગામનો પરિવાર, સગા સંબંધીઓ અને પડોશીઓ સાથે ટેમ્પો લઇને નવા વર્ષના પ્રથમ દિવસે ગોધરા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાર્થે જઇ રહ્યો હતો, ત્યારે ટેમ્પો અચાનક પલટી ખાઇ જતા બે શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. નવા વર્ષના પ્રથમ દિવસે ગોધરા સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સીંગાવલી ગામનો પરિવાર, અને સગા સંબંધીઓ સાથે હોવાથી બોલેરો પીકઅપ લઇને દર્શનાર્થે જવા માટે નીકળ્યા હતા. જોકે સીંગાવલીથી ગોધરા વચ્ચે આવેલા પેપરા ગામ પાસે ડ્રાઇવર સાંમતભાઇ ચૌહાણે બોલેરોના સ્ટેઇરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. જેથી બોલેરો પીકઅપ પલટી ખાઇ ગઇ હતી. જેથી બોલેરોમાં બેઠેલા તમામ લોકોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જેથી તમામને તાત્કાલિક દાહોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

(5:04 pm IST)