Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

અમદાવાદના સોલા વિસ્તારમાં શેરબજારના વેપારીને ત્રાસવાદીના નામે ધમકી આપનાર શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

અમદાવાદસોલા વિસ્તારના શેરબજારના વેપારીને ફોન પર ત્રાસવાદીના નામે ધમકીઓ મળી હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અન્ય વેપારી સામે તેઓએ સેબી અને ઇન્કમટેક્સ વિભાગમાં કરેલા કેસના કારણે ધમકીઓ મળી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. 20 ઓક્ટોમ્બરના રોજ +122 વાળી સિરીઝના નંબર પરથી ફોન આવ્યો હતો કે અનંત બોલું છું હવે મારા વિરૂદ્ધ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ. સોલા વિસ્તારમાં આવેલા મલય બંગલોઝમાં રહેતા અને શકિત આરકેડમાં શ્રીજી સિક્યોરિટી નામે શેરબજારનું કામકાજ કરતા સંજયભાઈ સોનીને પાંચ વર્ષ પહેલાં રાજેશ જૈન નામના તેમના અંગત મિત્રના પાર્ટનર અનંત માલુ સાથે શેરબજારના ધંધાકીય વ્યવહારો શરૂ થયા હતા. ધંધામાં મનમેળ આવતાં સંજયભાઈને 2.5 કરોડનું નુકસાન થયું હતું અને 1.25 કરોડ અનંત પાસેથી લેવાના નીકળતા હતા જેની સેબી અને ઇન્કમટેક્સમાં કેસ ચાલે છે. બાબતે અવારનવાર ધમકીઓ પણ મળી હતી.

(5:04 pm IST)