Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

સુરતના વરાછામાં કળિયુગી માતાએ પોતાની પુત્રીને હેવાનને હવાલે કરી: યુવાને વારંવાર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી

સુરત: શહેરના વરાછામાં ખુદ માતાએ પરિચિત યુવકને હવાલે કરેલી સગીર પુત્રી બળાત્કારનો ભોગ બની હોવાની પોલીસ ફરીયાદ નોંધાવા પામી હતી. સગીરાની માતાએ પરિચિત યુવક સાથે લગ્ન કરાવવાના નામે પુત્રીને વતનથી સુરત મોકલવી હતી.

યુવકે સગીરા સાથે મારપીટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. વરાછા પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર માતાવાડી વિસ્તારમાં રહેતી સગીરાએ પોતાની માતા તેમજ બે યુવકો વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. તેણીએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણીની માતાએ ચિરાગ કાંતિભાઇ ચુડાસમા સાથે લગ્ન કરાવવાના નામે સુરત મોકલી આપી હતી.

(5:04 pm IST)