Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

બિલ ગામમાં ધો.12ની વિદ્યાર્થિનીના અપહરણના કેસમાં પોલીસે વળતી તપાસ : આરોપી દંપતીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

બિલ:ગામની ધો.12ની વિદ્યાર્થિનીના અપહરણના કેસની તપાસમાં વળી પાછો નવો ફણગો ફૂટયો છે. આરોપી શિક્ષકે શિર્ડી ખાતે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની હકિકત તપાસમાં ખુલતાં અપહરણની મૂળ ફરીયાદમાં દુષ્કર્મ અને પોકસોની નવી કલમનો ઉમેરો કર્યો છે. આરોપી દંપતીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પુરા થતાં જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતાં.

આરોપી કશ્યપ પટેલ અને તેમના ધર્મપત્ની કવિતા પટેલ બિલ ગામમાં ભાડેથી રહેતા હતા અને ઓમ સાંઈ ટયુશન કલાસ ચલાવતાં હતાં. પાડોશમાં રહેતી ધો.12ની વિદ્યાર્થિની પણ ટયુશન કલાસમાં ભણવા જતી હતી. વિદ્યાર્થિની શિક્ષક કશ્યપ પટેલને રાખડી પણ બાંધતી હતી. પાડોશીઓ વચ્ચે પારીવારીક સબંધો હતા. ગત મે માસમાં આરોપી દંપતી પાડોશમાં રહેતી સગીર વિદ્યાર્થિનીને અંબાજી દર્શન કરવા માટે લઈ ગયાં હતાં અને ત્યાર પછી અંડર ગ્રાઉન્ડ થઈ ગયાં હતા. કિશોરીના પિતાએ શિક્ષક દંપતી સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી.

(5:03 pm IST)