Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

વડોદરામાં અગમ્ય કારણોસર ઉશ્કેરાયેલ પતિએ પત્નીને ઢોરમાર મારી ઘરમાંથી કાઢી મુકતા પોલીસ ફરિયાદ

વડોદરા:પત્નીને મારમારી ઘરમાંથી કાઢી મૂકનાર પતિ સામે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંગેની વિગત એવી છે કે માંજલપુર અલવાનાકા સાંઇનાથ સોસાયટીમાં રહેતી સેજલબેને ગઇકાલે પતિને કહ્યું હતું કે ''આપણા પુત્રના વાળ કપાવવાના છે. જેથી, ઉશ્કેરાયેલા સેજલબેનના પતિ સંજય રતનભાઇ માળીએ ઉશ્કેરાઇને પત્નીને માર માર્યો હતો. તેમજ સાસુ બાલુબેન, નણંદ મીનાબેને સંજયની કાન ભંભેરણી કરી હતી અને તમામે ભેગા મળીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી જે અંગે પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:01 pm IST)