Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

અમદાવાદ: ચોમાસાના અંતમાં મેઘરાજા મહેર મૂકીને વરસ્યા: મોટા ભાગના જિલ્લામાં માવઠું થતા ખેડૂતોને ભારે નુકશાન

અમદાવાદ:રાજ્યમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. ક્યાર વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળી ગયો છે પરંતુ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે.

ગઈકાલે ભાઈબીજના દિવસે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, કેવડિયા કોલોની, રાજકોટ, જામનગર, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદના લીધે ખેડૂતોના પાકને નુંકસાન થયું છે.

(5:02 pm IST)