Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

ઓલપાડના ભાદોલ ગામમાં વાવાઝોડાના કારણે 50થી વધુ ઘરના પતરા ઉડ્યાં: તાર તૂટતાં વીજપુરવઠો ઠપ્પ

ઘરવખરી, ઘાસચારા સહિતના માલસામાનને નુકસાન

 

સુરતના ઓલપાડમાં ક્યાર વવાઝોડાએ તારાજી સર્જી છે. ઓલપાડના ભાદોલ ગામ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે લોકો નવાવર્ષમાં જ કુદરતી આફતનો શિકાર બન્યા છે પરંતુ તંત્ર આ મામલે નઘરોળ સાબિત થયુ છે.

મોડીરાત્રે પડેલા વરસાદમાં ઘામના 50થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે. ઘરવખરી, ઘાસચારા સહિતના માલસામાનને નુકસાન થયું છે. વરસાદે ખેતીમાં જ નહીં પરંતુ જનજીવન ઉપર પણ અસર પડી છે
વીજ વાયર તૂટી પડતા ગામમાં વીજ પૂરવઠો પણ ઠપ થઇ ગયો છે. જો કે આટલું નુકસાન થયું હોવા છતા પણ તંત્ર હજુ ગામની મુલાકાતે પહોંચ્યું નથી.

(12:11 pm IST)