Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

બનાસકાંઠામાં કમોસમી વરસાદ : મગફળી, કપાસ, તલ, જુવાર, ડાગર જેવા ઉભા પાકને ભારે નુકસાન

પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો

બનાસકાંઠામાં કમોસમી વરસાદ થયો છે. સમગ્ર જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. મગફળી, કપાસ, તલ, જુવાર, ડાગર જેવા પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી બાજ આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે.

(12:07 pm IST)