Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

કમોસમી વરસાદથી ડાંગરના ઉભા પાકને વ્યાપક :નુકસાન ખેડૂતોનું નવું વર્ષ બગડ્યું

સુરતમાં વરસાદથી 30થી 40 કરોડના નુકસાનનો અંદાજ

સુરત : કમોસમી વરસાદને કારણે ડાંગરની લણણી સમયે જ વરસાદ વિલન બન્યો છે સાણંદમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સાણંદના ખેતરોમાં ડાંગરના ઉભા પાકને નુકસાન થયુ છે. લણણી સમયે જ વરસાદ વિલન બન્યો હતો. ડાંગરના ઉભા પાકને નુકસાનથી ખેડૂતોનું નવું વર્ષ બગાડ્યું છે

  ક્યાર વાવાઝોડાની અસરથી કમોસમી વરસાદ પડ્યો છે. જેને લઇ સુરતમાં ડાંગરનો પાક લેનારા ખેડૂતોની માઠી દશા થઇ છે. વરસાદથી 30થી 40 કરોડના નુકસાનનો અંદાજ છે. સુરતમાં અંદાજે 2 લાખ હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કરાયું છે. ત્યારે છેલ્લા 3 દિવસના વરસાદથી 20થી 25 ટકા પાકને નુકસાન થયું છે. એક સિઝનમાં અંદાજે 250 કરોડની ડાંગર થાય છે. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

(12:11 pm IST)