Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

ગુજરાતમાં કમોસમી વરસાદે ઉભા પાકનો દાટ વાળ્યો : ખેડૂતોની હાલત કફોડી

મગફળી, કપાસ, તલ, ડાંગર, કઠોળના પાકને નુકસાન

અમદાવાદ :  ગુજરાતમાં ખેડૂતોને પડતા ઉપર પાટું જેવો દાવ થયો છે. ક્યાર વાવાઝોડાને કારણે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ગુજરાતને ઘમરોળી રહ્યો છે જેને કારણે રાજ્યભરમાં 25થી 50 ટકા જેટલા ઉભા પાક બળી ગયા છે. જગતના તાત ખેડૂતનું નવુ વર્ષ બગડ્યુ છે. તેમને બેસતા વર્ષે જ વરસાદે રોવડાવ્યા છે

 . આ વરસાદની અસર આગામી ઘઉંના પાક ઉપર પણ પડવાની છે. ડાંગર, મગફળી, કઠોળ અને તેલિબિંયાંના પાક તો નિષ્ફળ ગયા જ છે પણ શિયાળુ પાકમાં પણ કમોસમી વરસાદે દાટ વાળ્યો છે.

  ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. હળવા છાંટાથી મગફળી, કપાસ, તલ, ડાંગર, કઠોળના પાકને પણ નુકસાન થયું છે. મગફળીની લણણી વખતે વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જયારે સૌરાષ્ટ્રમાં  પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલીમાં મગફળીમાં નુકસાન થયું છે. મગફળીના પરાળ અને મગફળી બન્ને બગડ્યા છે. ત્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કપાસ-ડાંગરને નુકસાન થયું છે. ડાંગરની લણણી સમયે જ વરસાદ થતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

(12:02 pm IST)