Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

અમદાવાદના નારોલની જિંદાલ કંપનીમાં લાગેલી આગ 12 કલાક મહેનત બાદ કાબુમાં : કરોડો રૂપિયાનું નુકસાન

અંદાજે 30 જેટલા ફાયર ફાઇટરની મદદથી કલાકો પછી આગ પર કાબૂ મેળવી લેવાયો

અમદાવાદ:શહેરના નારોલ વિસ્તારમાં આવેલી જિંદાલ કંપનીમાં લાગેલી ભીષણ આગ 12 કલાક બાદ કાબૂમાં આવી ગઇ છે. અંદાજે 30 જેટલા ફાયર ફાઇટરની મદદથી કલાકો પછી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે,

  ગઇકાલે રાત્રે લાગેલી આગમાં કરોડો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઇ ગયું હોવાનું સામે આવ્યું છે, જો કે રજાના દિવસો હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી, જ્યારે કંપનીમાં આગ લાગી હતી ત્યારે કામગીરી બંધ હતી, પરંતુ કંપનીમાં કાપડનો મોટો જથ્થો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતુ, અને થોડી જ વારમાં દૂર દૂર સુધી આગનો ધૂમાડો દેખાઇ રહ્યો હતો, આગને કાબૂમાં લેવા લાખો લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો

આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આ કંપનીમાં અગાઉ પણ આગની ઘટનાઓ બનેલી છે, જેને લઇને પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે, આખરે કેમ વારંવાર અહી આગની ઘટનાઓ બની રહી છે.

(11:48 am IST)