Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

31મીએ વડાપ્રધાન મોદીની કેવડિયા મુલાકાત વેળાએ આદિવાસીઓનું કેવડિયા બંધનું એલાન : તંત્રમાં દોડધામ

રાષ્ટ્રીય એકતા દિવસની સામે આદિવાસી સમાજે રાષ્ટ્રીય આફત દિવસની ઉજવવા તખ્તો ગોઠવ્યો

અમદાવાદ : આગામી 31મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેવડિયા મુલાકાત  વેળાએ આદિવાસીઓનું કેવડિયા બંધનું એલાન આપતા  તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

રાષ્ટ્રીય એકતા દિવસની સામે આદિવાસી સમાજની દ્વારા રાષ્ટ્રીય આફત દિવસની ઉજવણીની જાહેરાત થી હડકંપ મચી ગયો છે

દિવાળી બાદ 31 ઓક્ટોબરે દેશ ના પ્રધાનમંત્રી મોદી ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે અને ખાસ કરીને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થવા પર યોજાનાર ઉત્સવ માં ભાગ લેવા કેવડિયા ખાતે આવનાર છે તેવે સમયે આજ દિવસે આદિવાસી સમાજે પણ પોતાના હિતો ના રક્ષણ ની માંગ સાથે કેવડિયા બંધનું એલાન આપતા રાજકારણ માં ભારે ગરમાવો આવી ગયો છે 

   આ અંગે મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય એકતા દિવસની સામે આદિવાસી સમાજે રાષ્ટ્રીય આફત દિવસની ઉજવવા નો તખ્તો ઘડી કાઢતા તંત્ર દોડતું થઈ ગયું છે ગુજરાત ના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંવિવિધ સંગઠનો અને સમાજના આગેવાનોના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન યોજવામાંઆવનાર છે.

  આદિવાસી અગ્રણીઓ ના જણાવ્યા પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, ઓળખ, જમીનો, જંગલો, માનવતા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજે 31 ઓકટોબરના રોજ કેવડિયા વિસ્તાર બંધનું એલાન આપ્યું છે અને આદિવાસીઓના બંધારણીય અધિકારો નષ્ટ કરવાના નિર્ણય સામે અહિંસક આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે પ્રધાનમંત્રી ની મુલાકાત સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર સજ્જ બન્યુ છે

 
(11:24 am IST)