Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

રાજ્યના 46 તાલુકાઓમાં ઝાપટાથી અઢી ઇંચ વરસાદ : નર્મદાના નંદોડમાં અઢી ઇંચ ખાબક્યો

ટંકારામાં બે ઇંચ, મોરબી, વાગરા, જેતપુર અને વાંકાનેરમાં પોણા બે ઇંચ વરસાદ : ગુરુડેશ્વર અને જલાલપોરમાં દોઢ ઇંચ

અમદાવાદ : રાજ્યના 46 તાલુકાઓમાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે જેમાં નર્મદાના અન્નદોડમાં અઢી ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે ટંકારામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે જયારે ,મોરબી,વાગરા,જેતપુર અને ,વાંકાનેરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે :ગુરુડેશ્વર અને જલાલપોરમાં દોઢ ઇંચ થયો છે જયારે જામનગર જિલ્લાના  લાલપુર વલસાડના ,કપરાડા,ગણદેવી,નવસારી અને પડધરીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે જયારે જામજોધપુર,શિનોર,વડિયા ઓલપાડ,કરજણ ,જોડિયા,ભરૂચ,જબુસર ,માંડલ ,તિલકવાડા અને સાબિરમાં અડધો ઇંચ : અન્ય 20 તાલુકાઓમાં ઝરમર વરસાદવરસ્યો છે

  ખેડા  જિલ્લાના નડિયાદ દ સહિત સમગ્ર ખેડા જિલ્લા માં વરસાદ પડ્યો છે  અચાનક વાતાવરણ માં પલટો આવતા પ્રવાસીઓ અટકાય હતા

  વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાં  એકાએક વાતવરણ માં પલટો  આવ્યો હતો ડભોઇ સમગ્ર  જગ્યાએ માવઠું થયું હતું અને  ઝરમર - ઝરમર  છાંટા પડ્યા હતા વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો માં ઘેરો શોક છવાયો  હતો

આણંદ જિલ્લાના  તારાપુર પંથકમાંમા પવન સાથે ધોધમાર  વરસાદ પડ્યો હતો  કમોસમી વરસાદથી તારાપુર પંથકના ખેડૂતો ચીંતાતુર બન્યા હતા ડાંગર ના પાક ને નુકસાન થાય તેવી શક્યતા  છે તારાપુર ભાલ પંથક  ડાંગરનો ઘઢ ગણાતો  વિસ્તાર  છે ત્યારે ખેડૂતો ના મહામુલા ડાંગર ના પાક  નુકસાન થઇ શકે છે

બોટાદ જિલ્લાના રાણપુર તેમજ નાગનેશ ગામે શરૂ થયો ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે

(12:52 pm IST)