Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

અમદાવાદમાં નારોલમાં કાપડની ફૅક્ટરીમાં ભયંકર આગ ભભૂકી : ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો

ફાયર બ્રિગેડની 15 ગાડીઓ પહોંચી: તમામ ફાયર સ્ટેશને અપાયો મેજર કોલ

અમદાવાદના નારોલ રોડ પર  ભયંકર આગ ભભૂકી છે  કોઝી હોટલ પાસે કાપડની ફેકટરીમાં આગ લાગી છે. આગ લાગતા લોકોમાં ભાગદોડ થઇ ગઇ હતી. તેમજ ફાયરબ્રિગેડની 37 ગાડીઓ ઘટનાસ્થળે પહોચી હતી. આને ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.

અમદાવાદ સહિત તમામ ફાયર સ્ટેશનમાં એલર્ટની સૂચના આપવામાં આવી છે. આથી ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતાં.

જેમાં મણિનગર, પાંચકુંવા, શાહપુર સહિતના ફાયર સ્ટેશનોની મદદ લેવામાં આવી છે. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા હતાં

 

(10:19 pm IST)