Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સુરતઃ જાણીતા ઉદ્યોગકાર અને ભાજપ લઘુમતી મોર્ચાના સભ્ય કાદર વાડીવાળાને દાઉદ ગેંગની ધમકી:ખળભળાટ

બીજીવાર ફોન નહીં ઉઠાવતા મેસેજ કરીને ધમકી ;ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરુ

સુરતઃ સુરતના  જાણીતા ઉદ્યોગકાર અને ભાજપ લઘુમતી મોર્ચાના સભ્ય -મુસ્લિમ અગ્રણી કાદર વાડીવાળાને દાઉદ ગેંગની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે કાદર  વાડીવાળાને કુખ્યાત ગેંગસ્ટર એજાઝ લાકડાવાળા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે 13237293643 નંબર પરથી મેસેજ કરીને ધમકી આપવામાં આવી હતી. કાદર વાડીવાળાએ ફોન નહીં ઉઠવતા મેસેજ કરી ધમકી આપવામાં આવી છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

  આ અંગે મળતી વિગત મુજબ સુરતના જાણીતા ઉઘોગકાર અને ભાજપના ઓલ ઇન્ડિયા લઘુમતી મોરચાના સભ્ય તેમજ કેન્દ્ર સરકારના નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજના પણ સભ્ય કાદર વાડીવાળા તેમજ તેમના પુત્રને અંધારી આલમના ડી  ગેંગના કુખ્યાત ગેંગસ્ટર એજાઝ લાકડાવાળા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી ગયો છે. ભાજપના જ રાજમાં ભાજપના જ આગેવાનને મળેલી આ ધમકી અંગે કાદર વાડીવાળા દ્વારા તુંરત પોલીસને જાણ કરવામા આવતા ક્રાઇમબ્રાંચે ગુનો નોધીને તપાસ શરુ કરી હતી. 

(12:50 am IST)