Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સુરત: સ્વામિનારાયણ સંત પર દુષ્કર્મની ફરિયાદ રદ :યુવતીએ કર્યું સમાધાન

યુવતીએ કહ્યું આવેશમાં આવીને ફરિયાદ કરી હતી:હાઈકોર્ટે સાધુ સામેની દુષ્કર્મની ફરિયાદ રદ કરી

સુરતના ડભોલી સ્વામિનારાયણ સંત પર 24 ઓક્ટોબરે દુષ્કર્મની ફરિયાદ બાદ આ મામલે નવો વળાંક આવ્યો છે  યુવતીએ હાઈકોર્ટમાં હાજર રહી સમાધાન કરતા હાઈકોર્ટે દુષ્કર્મની ફરિયાદ રદ કરી છે.

 

   આ અંગે જણાવા મળતી વિગત મુજબ સુરતના ડાભોલીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત પર પૈસાની લાલચ આપી દુષ્કર્મ કરાયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ આજે હાઈકોર્ટમાં યુવતીએ જાતે હાજર રહી કહ્યું કે, મે આવેશમાં આવીને ફરિયાદ કરી હતી તેવું જણાવતા હાઈકોર્ટે સાધુ સામેની દુષ્કર્મની ફરિયાદ રદ કરી છે.આ પહેલા  સ્વામિનારાયણ મંદિરના મહંત પર દુષ્કર્મની ફરિયાદ થયા, સાધુએ આ ફરિયાદ જુઠી હોવાનું જણાવી હાઈકોર્ટમાં તેને રદ કરવા અરજી કરી હતી.
   આ અંગેની વિગત મુજબ સુરતના વેડરોડ ડભોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ 22 વર્ષિય યુવતી સાથે દુષ્કર્મ આચરવના આરોપથી સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી ગઈ હતી. કતારગામ પોલીસના જણાવ્યા મુજબ યુવતીની માતાની તબિયત ખરાબ હોવાથી તેના સારવાર માટે રૂપિયાની જરૂર હતી. ત્યાં કોઈ એ યુવતીને જણાવ્યું હતું કે, સુરતના વેડ રોડ સ્વામિનારાયણ મંદિરમાં તેને તેની માતાને સારવાર માટે રૂપિયાની મદત મળી શકે છે. તેથી તે સ્વામિનારાયણ મંદિરે મદદ માંગવા ગઈ હતી. તેનો સંપર્ક ત્યાંના એક સંત સ્વામી જોડે થયો હતો.

  સ્વામીએ મદદ આપવાની કહી યુવતીને તેના રેસ્ટ રૂમમાં લઇ ગઈ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેને સ્વામી દ્વાર તેનો ફોન નંબર લઈ થોડા દિવસ પછી રૂપિયા આપવાનું કહ્યું હતું. યુવતી બીજીવાર માતાની સારવાર માટે રૂપિયા લેવા જતા સ્વામીએ તેને પછી તેના રૂમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આમ સ્વામી દ્વારા તેની સાથે જબરદસ્તી અને મજબુરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચરવાની યુવતીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે સાથે પોલીસને તપાસમાં સ્વામીના રૂમ માંથી કોન્ડોમ મળી આવ્યા હતા. જેને યુવતીના પરિવારે પોલીસને બતાવ્યા હતા.

(12:38 am IST)