Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

રાજ્યના બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓને દિવાળીની ભેટ : મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

1 જુલાઈ 2017થી મૂળ પગારના 139 ટકા અને 1 જાન્યુઆરી 2018થી 142 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવાશે

 

અમદાવાદ :રાજ્ય સરકારે બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓને દિવાળી તહેવાર ટાળે મોંઘવારી ભથ્થા વધારો કર્યો છે  રાજ્ય સરકાર દ્વારા છટ્ઠુ પગાર પંચ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે .

  સરકારે અંગે જણાવ્યું છે કે, બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનું છઠ્ઠું પગાર પંચ મેળવતા તમામ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે.

  સરકારે વધુ કહ્યું છે કે, અગાઉ 136 ટકા મુજબ મોંઘવારી ભથ્થું મળતું હતું. જે હવે 1 જુલાઈ 2017ની અસરથી મૂળ પગારના 139 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. સાથે પણ કહ્યું કે, 1 જાન્યુઆરી 2018થી 142 ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે

  સરકારના નિર્ણયથી રાજ્યના 90 હજારથી વધુ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાએ સમયથી બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓની પડતર માંગ હતી કે, રાજ્ય સરકાર દ્વારા તેમના કર્મચારીઓ માટે વખતો વખત મોંઘવારી ભથ્થા સહિત અનેક રાહતો આપવામાં આવે છે. પરંતુ બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓને તેનો લાભ આપવામાં આવતો નથી. માંગને લઈ એસટી કર્મચારીઓએ આખરે આંદોલનનું હથિયાર પણ ઉગામ્યું હતું. જેના પગલે એસટી કર્મચારી મહામંડળ દ્વારા કરાયેલી ફરિયાદના આધારે લેબર કમિશનરે એસટી નિગમને નોટિસ ફટકારી 15 દિવસમાં સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.
   
મહામંડળ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓને પુરતો પગાર આપવો, જાન્યુઆરી ૨૦૧૮નું ટકા મોંઘવારી ભથ્થુ આપવુ, સાતમા પગાર પંચ મુજબની ઘરભાડા ભથ્થુ પરિવહન ભથ્થુ તથા કેન્દ્રના ધોરણે મેડિકલ પોલીસી સહિતના લાભ આપવા અંગે માંગ કરવામાં આવી રહી હતી. ઉપરાંત કર્મચારીઓની વયમર્યાદા ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરવા તેમજ કરાર આધારિત નિમણૂંકો બંધ કરી જગ્યા પર બઢતીઓ આપવા અને સીધી ભરતીથી જગ્યાઓ ભરી યુવાનોને રોજગારી આપવાની માંગ કરવામાં આવી રહી હતી. બધી માંગ સાથે મહામંડળ દ્વારા ઘણા સમયથી રજુઆત કરવામાં આવી રહી હતી. પરંતુ સરકાર દ્વારા મામલે લાંબા સમયથી ઉકેલ લાવવામાં આવી રહ્યો હતો.

 

(12:33 am IST)