Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના અનાવરણ પહેલાં યોજાયો ભવ્ય લેઝર શો :પ્રતિમા લાઇટિંગથી ઝળહળી ઉઠી

અનાવરણ બાદ ત્રણ વિમાન ભરશે ઉડાન :આકાશમાં બનાવશે ત્રિરંગો

વડોદરાઃ અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ ગૃહમંત્રી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતી પ્રસંગે 31 ઓક્ટોબરે તેમની 182 મીટર ઊંચી પ્રતિમાનું અનાવરણ થવાનું છે. દુનિયાની સૌથી ઊંચી એવી આ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી કરવાના છે, જે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 

 

  સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણની પૂર્વ સંધ્યાએ 30 ઓક્ટોબરના રોજ રાત્રે અહીં એક ભવ્ય લેઝર શોનું આયોજન કરાયું હતું. આ દરમિયાન સરદાર પટેલની પ્રતિમાને લેઝર લાઈટિંગથી ચમકાવામાં આવી હતી. 

 

  આ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની બમણી ઊંચી છે અને નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની સામે સાધુ બેટ ખાતે તેનું નિર્માણ કરાયું છે. મોદી દ્વારા પ્રતિમાના અનાવરણ બાદ ત્રણ વિમાન અહીં ઉડ્ડયન ભરશે અને આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગ સાથે તિરંગો બનાવશે. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં દેશભરમાંથી ખેડૂતો પાસેથી ઉઘરાવેલા લોખંડથી બનેલી 'વોલ ઓફ યુનિટી'નું પણ ઉદ્ઘાટન કરશે.

(12:30 am IST)