Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સંકલ્પ ગ્રુપ પર આઇટીના દરોડામાં 2,25 કરોડની રોકડ ને 12 બેન્ક લોકર મળ્યા: કેશમાં કમિશનના ધંધા અને અનધિકૃત રોકાણ ખુલ્યા : ફેમા હેઠળ કાર્યવાહી થશે.

ગેરકાયદે વિદેશમાં લેવડ-દેવડ: રોબિન અને ડિંપલ ગોએંકાના 7 દેશોમાં વ્યાપાર

અમદાવાદ :સંકલ્પ-ગ્રૂપ પર ITના દરોડામાં 2.25 કરોડથી વધારે કેશ મળ્યા છે. સાથે 12 બેંક લોકરો પણ મળી આવ્યા છે. ચેકના બદલે કેશમાં કમીશનના ધંધાના પુરાવા પણ મળ્યા છે. કેશમાં મોટા પ્રમાણમાં વ્યવહાર મળ્યો છે. રમાડા, સંકલ્પ રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટ, તેમજ સેફ્રોન હોટેલમાં મોટા પ્રમાણમાં અનઅધિકૃત રોકાણના વ્યવહાર મળ્યા છે. જેથી કંપની માલિક કૈલાશ, રોબિન અને ડિંપલ ગોએંકા પર ફેમા હેઠળ કાર્યવાહી થશે.

  તેમણે ગેરકાયદે વિદેશમાં લેવડ-દેવડ કરી હોવાના પણ પુરાવા મળ્યા છે. રોબિન અને ડિંપલ ગોએંકાના 7 દેશોમાં વ્યાપાર છે. રોબિન ગોએંકા 17 કંપનીઓમાં ડાયરેક્ટર છે જ્યારે 10 કંપનીઓના ડિરેક્ટરશિપ સરેંડર કરેલી છે. તેઓ શેલ કંપનીઓ ચલાવતાં હોવાની આશંકા છે.

   ગાંધીનગર ખાતે આવેલા કલ્હાર બંગલો ખાતે પણ દરોડાની કામગીરી ચાલી રહી છે. ગુરુવાર સુધી દરોડા ચાલવાની ધારણા છે. આવકવેરા ખાતાના અધિકારીઓની જુદી જુદી ટુકડીઓ દ્વારા ગ્રુપની લગભગ ૧૭ જેટલી જુદી જુદી પ્રીમાઈસીસ ઉપર સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંકલ્પ ગ્રૂપ હોટલ વ્યવસાય સાથે સંકળાયેલું જાણીતું ગ્રૂપ છે. સંકલ્પ ગ્રુપની હોટલો આશ્રમ રોડ, સરખેજ ગાંધીનગર હાઇવે, ગુરુકુળ, ગાંધીનગર, મહેસાણા સહીત અન્ય સ્થળોએ આવેલી છે, ગ્રૂપ ખાસ કરીને દક્ષિણ ભારતીય વાનગીઓ માટે જાણીતું છે.

(10:41 pm IST)