Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ગુજરાત : સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત લોકોની સંખ્યામાં થયેલ વધારો

વધુ ૧૮ કેસો સપાટી ઉપર આવતા ચિંતાનું મોજુઃ તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા છતાં નવા કેસ આવ્યા

અમદાવાદ, તા.૩૦: અમદાવાદ શહેર સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુને લઇને કેસોની સંખ્યામાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. નવા કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સંબંધિત વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુના કેસો નોંધાઈ રહ્યા છે. આજે રાજકોટમાં એકનું મોત થયું હતું. જો કે, આને મોડે સુધી સમર્થન મળ્યું ન હતું. સ્વાઈન ફ્લુના નવા ૧૮ કેસ સપાટી ઉપર આવ્યા છે. સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા હજુ પણ ૧૫૩થી ઉપર રહેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ચાર કેસો નોંધાયા છે જ્યારે વડોદરા અને સુરતમાં ત્રણ-ત્રણ અને કચ્છમાં બે કેસો નોંધાયા છે. અમદાવાદમાં વિવિધ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧૪૨૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. સ્વાઈન ફ્લુ રોગ વધુ ગંભીર બનતા આ વર્ષે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની રજા  પણ રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ મોટી સંખ્યામાં દર્દીઓને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. ૧૫૩ દર્દીઓ રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોતનો આંકડો પણ દરરોજ દર્દીઓના મોતથી રોકેટગતિએ વધી રહ્યો છે. આંકડો અવિરત વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના ચાર કેસ નોંધાયા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૭૨ ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૭૭૦થી વધુ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે. સ્વાઈન ફ્લુનો આતંક દર વર્ષે જોવા મળે છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ અસર અમદાવાદમાં થઈછે. જ્યાં ૬૮૧થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૨૦ના મોત થયા છે. રાજ્યભરમાં સ્વાઈન ફ્લુની સૌથી વધુ અસર અમદાવાદમાં છે. સપ્ટેમ્બર બાદ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો સત્તાવાર રીતે ૬૪ ઉપર પહોંચી ચુક્યા છે. જ્યારે આ વર્ષે ૨૦૧૮માં મોતનો આંકડો આના કરતા પણ વધારે છે. સ્વાઈન ફ્લુના રાજ્યમાં આ વર્ષે નોંધાયેલા કેસોની સંખ્યા ૧૭૭૦ જેટલી છે.  સેંકડો દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે અને આ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

(9:47 pm IST)