Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

બીએસએફ જવાન સાથે રૂપાણી દિવાળી મનાવશે: પાલનપુરમાં ખાસ બેઠક યોજાઈ

અમદાવાદ, તા. ૩૦: મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવાળી પર્વ ભારત-પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા બનાસકાંઠા-નડાબેટ સરહદી વિસ્તારની સુરક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો સાથે મનાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દિપાવલીના પાવન અવસરે નડાબેટ તેમજ ઝીરો પોઇન્ટ બોર્ડરની મુલાકાત લઇ સરહદનું નિરીક્ષણ કરીને બોર્ડ સિક્યોરિટી ફોર્સના જવાનોને મળી દિવાળીની શુભેચ્છા પાઠવશે. મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષી પાલનપુર ખાતે કલેક્ટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને બીએસએફ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

(9:40 pm IST)