Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

બીજા પુરુષ સાથે અાડાસંબંધની શંકાએ પતિએ લાકડીના ફટકા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી:પતિની ધરપકડ

વડોદરાના ઉંડેરા નજીક આવેલી ગંગા નગર વસાહતમાં બનાવ

વડોદરાના ઉંડેરા નજીક આવેલી ગંગા નગર વસાહતમાં પત્નીના અન્ય પુરુષ સાથે આડા સબંધની શંકાએ પતિએ લાકડીના ફટકા મારી પત્નીની કરપીણ હત્યા કરી હતી. આ મામલે જવાહરનગર પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી. 

  આ અંગેની વિગત મુજબ વડોદરાના ઉંડેરા નજીક આવેલી ગંગા નગર વસાહતમાં રહેતા દિલીપભાઈ ખેરનાર નોકરી કરે છે. તેઓની પત્ની રેખા બેન ઘરકામ કરતા હતા. જેઓ વિસ્તારના મુસ્લિમ યુવકના પ્રેમમાં હોવાની શંકા છેલ્લા ઘણા સમયથી તેમના પતિને સતાવી રહી હતી.

  આ શંકામાં ગત રાત્રે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા મામલો હિંસક બન્યો હતો. પતિ દિલીપે પત્નીના માથાના ભાગે લાકડીના ફટકા મારી ગંભીર ઈજા પહોચાડતા સ્થળ પર જ રેખાબેનનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાન સ્થાનિકોએ જવાહર નગર પોલીસને કરતા પોલીસે ગણતરીના સમયમાં હત્યારા પતિ દિલીપભાઈ ખેરનારની ધરપકડ કરી હતી. 

(8:16 pm IST)