Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સુરતમાં અપહરણના કેસના આરોપીનો મૃતદેહ મેળવવા માટે પરિવારને ધક્કા ખાવાની નોબત આવી

સુરત:જેલમાં જવાની બીકે ૧૩ દિવસ પહેલા એસિડ પી ગયેલા અપહરણ દુષ્કર્મના આરોપી યુવાનનું સારવાર દરમિયાન આજે મોત થયા બાદ બે પોલીસ મથકના સંકલનના અભાવે મૃતકનું પોસ્ટમોર્ટમ જ આજે થઇ શક્યું નહોતું.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ રાજસ્થાનમાં જોધપુરના વતની અને હાલમાં  પલસાણામાં તાતીથૈયાગામમાં નિલકઠ સોસાયટીમા રહેતો ૨૭ વષીૅય દિનેશ મનોહરલાલ મહેશ્વરી વિરુધ્ધ કિશોરીનું અપહરણ અને દુષ્કર્મ અંગે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ત્રણ દિવસના રિમાન્ડમાં તપાસ માટે તેને વાપી લઇ જવાયો ત્યારે બાથરુમમાં તેણે એસિડ ગટગટાવી લીધું હતું.

સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેલમાં જવાની બીકે તેણે એસિડ પી લીધેલું હતું. જોકે, સિવિલમાં મોત બાદ મૃતકનું પોસ્ટમોર્ટમ ખટોદરા કે કડોદરા પોલીસ મથકે કરાવવાનું હોય થે. પણ કડોદરા પોલીસે કહયું કે, આરોપી લાજપોર જેલની કસ્ટડીમાં હતો તેને તપાસા કામે લઇ જવાયો હતો ત્યારે વાપીમાં એસિડ પીધા બાદ મોત થયુ ંહતું. 

(6:03 pm IST)