Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

વડોદરા: હિંગલોટમાં પોલીસ જાહેરમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી:એકની ધરપકડ કરતા દોડધામ

વડોદરા:દારૃના ગુનામાં થોડા સમય પહેલાંજ ઝડપાયેલા વડોદરાના જાવેદ ઉર્ફે મુન્નો દ્વારા વડોદરા નજીક હિંગલોટ ગામે ચાલતા દારૃના અડ્ડા પર દારૃના કટીંગ સમયેજ એલસીબીએ આજે મળસ્કે દરોડો પાડતા ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી એક ટેમ્પો, ઇકો ગાડી દારૃનો જથ્થો મળી  કુલ રૃા.૧૯.૭૧ લાખની મત્તા કબજે કરી હતી જ્યારે ફરાર અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.

કરજણ પોલીસ સ્ટેશનની હદમાં તાજેતરમાંજ દારૃના ગુનામાં વડોદરાનો જાવેદ ઉર્ફે મુન્નો સૈયદઅલી સૈયદ ઝડપાયો હતો પરંતુ તે જામીન પર છુટયા બાદ ફરીથી દારૃનો જથ્થો સપ્લાય કરવા માટે હિંગલોટ ગામે ગ્રીન વેલી સ્કૂલ પાસે આવેલા આંબાવાડીવાળા ખેતરની બાજુમાં ઝાડીઓમાં લાવીને રાખ્યો છે તેમજ વહેલી સવારે આ જથ્થો સપ્લાય કરવાનો છે તેવી બાતમીના આધારે એલસીબીના પીઆઇ એસ.એ. કરમુરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.ડી. સરવૈયા તેમજ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી હતી.

(6:02 pm IST)