Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

અમદાવાદના બોડકદેવામાં ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા ત્રણ શખ્સોની પોલીસે રંગે હાથે ધરપકડ કરી

અમદાવાદબોડકદેવ વિસ્તારના સિંધુભવન રોડ પર આવેલા એક ફ્લેટમાં માહિતીને આધારે દરોડો પાડીને દારૃની મહેફિલ માણી રહેલા ત્રણ શખ્સોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી.

 વસ્ત્રાપુર પોલીસને માહિતી મળી હતી કે સિંધુભવન રોડ પર આવેલા સોમ્પોલ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં કેટલાક શખ્સો દારૃની મહેફિલ માણી રહ્યા છે. માહિતીને આધારે પોલીસે ૨૮ ઓક્ટોબરના રોજ રાત્રે અંદાજે સવા બાર વાગ્યે અહીં દરોડો પાડયો હતો. જેમાં દારૃ પી રહેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓમાં સોમ્પોલ એપાર્ટમેન્ટમાં રહેતા દેવાંગ કિર્તીભાઈ બારોટ (૨૮), સેટેલાઈટમાં સીસીતા ટાવરમાં રહેતા હિમાંશુ સુનિલભાઈ ઠક્કર (૨૯) અને આંબાવાડીમાં માણેકબાગ સોસાયટીમાં રહેતા મનન નરેન્દ્રભાઈ કાંજાણી (૩૦) નો સમાવેશ થાય છે. દેવાંગે આ ફ્લેટ ભાડેથી રાખ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

(6:01 pm IST)