Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ઊંઝા પોલીસ કસ્ટડીમાં આત્મદાહનો પ્રયાસ કરનાર શખ્સે પાડોશી પર લગાવ્યો આરોપ: કેરોસીન છાંટ્યું હોવાનો ખુલાસો થતા તપાસ શરૂ

ઊંઝા: પોલીસ કસ્ટડીમાં આત્મદાહનો પ્રયાસ કરનાર આરોપી ચિરાગ પરમારે પણ પોતાના પાડોશીએ કેરોસીન છાંટયુ હોવાનો આક્ષેપ કરી ફરીયાદ આપતા મામલો વિવાદાસ્પદ બન્યો છે. આત્મદાહનો પ્રયાસ અગાઉ પાડોશી પ્રવિણ પરમારે ફરીયાદો આપી હતી બંને પાડોશીઓની અરસ પરસ ફરિયાદોના સંદર્ભે પીએસઆઈ ગોસ્વામીએ તપાસનો ધમધમાટ આજે દિવસભર ચાલુ રહ્યો છે.

આજે આત્મદાહ કરનાર ચિરાગ પરમારે પોલીસ ફરીયાદ કરી છે કે   પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે ઝઘડો ચાલતો હતો તેવામાં પાડોશી હાથમાં ધોકા તથા કેરોસીનનુ ડબલુ લઈ આવી ગાળો કાઢી કેરોસીન છાંટયુ હતુ. આ સંદર્ભે પોલીસે પરમાર મુળચંદભાઈ ગોવાભાઈ પરમારજમુબેન મુળચંદભાઈ તથા પરમાર લાલો મુળચંદભાઈ અને મુળચંદભાઈનો ભાણીયો કિરણ વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો છે.

(5:59 pm IST)