Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

મેઘરાજ તાલુકામાં અગાઉ આંઠ વર્ષની બાળકીને કુહાડીના ઘા જીકી મોતનેઘાટ ઉતારનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થતા અદાલતે આજીવન કેદની સુનવણી કરી

મેઘરજ:તાલુકાના બાંઠીવાડા (અજુના) ગામે વર્ષ ૨૦૧૫માં ૮ વર્ષની બાળકીને માથે તેમજ છાતીના ભાગે કુહાડીની ઉંધી મુદ્દલ ફટકારી મોત નિપજાવાતાં ચકચાર મચી હતી.આ ચકચારી કેસ જિલ્લા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કસૂરવાર આરોપી હત્યારાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.અને આરોપીને રૃ.૧૦ હજારનો દંડ ફટકારાયો હતો.જયારે આ કેસમાં અન્ય મહિલા આરોપીને  કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી હતી.

મેઘરજ તાલુકના બાંઠીવાડા (અજુના) ગામે ધુળાભાઈ ડામોર તેમના પરિવાર સાથે વસવાટ કરતા હતા.તા.૨૯મી મે ૨૦૧૫ ની રાત્રીના સમયે ધુળાભાઈ અને તેમના પત્નિ ચંપાબેન મીઠી નીંદર માણી રહયા હતા.તે દરમ્યાન રાત્રીના ૧૧ કલાકે તેમના કૌટુંબી રમેશ ડામોર હાથમાં કુહાડી લઈ તેની પત્નિ રેશમબેન ડામોર સાથે ઘરે આવી ચડયો હતો.

(5:58 pm IST)