Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

આણંદના મિનિયાવાડીમાં કારનો સાઈડનો કાચ તોડી શખ્સે મ્યુજિક સિસ્ટમની ચોરી કરી: ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

 આણંદ: શહેરના માનીયાની ખાડમાં ગત ૨૭મી તારીખના રોજ રાત્રીના સુમારે સોહેલભાઈ ઈકબાલભાઈ વહોરાએ પાર્ક કરેલી ઈનોવા ક્રીસ્ટા ગાડી નંબર જીજે-૨૩, સીએ-૪૮૭૫ની ડાબી સાઈડનો કોચ તોડીને કોઈ શખ્સોએ અંદર ફીટ કરેલી બે લાખની કિંમતની મ્યુઝીક સીસ્ટમની ચોરી કરી લીધી હતી. સવારે ચોરીની જાણ થતા જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને શહેર પોલીસ મથકે આવીને આજે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(5:56 pm IST)